મંજિલે ઔર ભી હૈ... - ભવેન કચ્છી

મંજિલે ઔર ભી હૈ... - ભવેન કચ્છી

અત્યારે જ્યારે ૧૫ વર્ષના બાળક ૫૦ વર્ષના પપ્પાને જાણીને શું બની શકાય તે ખબર હોતી નથી.   આજના ટેક્નોલક્જી ના જમાના માં દેશના વિદ્યાર્થી કે વાલી ને કેટલી બધી લાઈનો છે ખબર હોતી નથી, માનસિકતા ૫૦ વર્ષ જૂની છે.
હોંશિયાર વિદ્યાર્થી નાં સારા ટકા આવે તો તેને ડોક્ટર, થોડાક ઓછા ટકા વાળાને એન્જિનીયર, સાધારણ ટકાવાળા ને મિકેનીકલ, ઈલેક્ટ્રોનીક્સ, ઈલેક્ટ્રીકલ કે સીવીલ માં પ્રવેશ મેળવે છે.
નવાઈ ની વાત છે કે તે બી.કોમ, બી.એસ.સી. થા તો પ્રથમ ગવર્મેન્ટ બેંક, વીમા, જીઈબી જેવી સરકારી, અર્ધસરકારી સંસ્થાઓમાં ક્લાર્ક ! બનવા પડાપડી થાય છે, જો નોકરી મળી જા તો તેને નસીબદાર ગણાય છે.
કહેવાનો મતલબ છે કે આપણા વિદ્યાર્થી અને તેમનાં વાલીઓને એક વાત આવે છે કે ધો.૧૨ પછી ડોક્ટર, એન્જિનીયર બનવા ખૂબ પ્રયત્નો કરવા, જો ના થવાય તો ગ્રેજ્યુએટ થઈ આગળ અભ્યાસ કરી, થી ની નોકરી શોધી લેવી.
સાચી વાત છે કે જો ડોક્ટર, એન્જિનીયર, વકીલ ના બની શકાય તો જીંદગી હારી નથી જવાતી. હવે તો મોટા શહેરોમાં એવા હોંશીયાર વિદ્યાર્થી ગ્રેજ્યુએટ્ છે કે ડોક્ટર માં એડ. મળતું હોવા છતાં રૂઢિચુસ્ત પરંપરાને તોડી, ઈલેક્ટ્રોનીક્સ એન્જીનીયર કે પછી ફૂડ પ્રોસેસીંગ જેવી શાખાઓમાં પ્રવેશ મેળવવા માંગે છે.
ક્રિકેટ કોમેન્ટ્રેટર હર્ષ ભોગલે અમદાવાદની આઈઆઈએમ માંથી એમબીએ થયા છે. પણ તેને ક્રિકેટમાં / કોમેન્ટરીમાં રસ હોઈ ટી.વી.માં કોમેન્ટ્રેટર બની રૂા. ૫૦,૦૦૦ મેળવે છે, જે કદાચ એમબીએ ની નોકરી માં - હજાર થી વધુ ના મળતો.
જો ટેલેન્ટ હોય, કોઈ ક્ષેત્ર માં રસ ધરાવતાં હોવ તો પ્રમાણે આગળ વધવું જોઈએ. કુદરતે દરેક વ્યક્તિને કંઈ ને કંઈ આવડત, શોખ કે રુધી આપેલી હોય છે, તેને અનુરૂપ વ્યવસા કરવો જોઈએ.
દિલ્હીનાં જયેન્દ્ર અને નીતીને બી.કોમ. ગ્રેજ્યુએટ કરીને લોન લઈને અમેરિકન સ્ટાઈલનું અદ્યતન ફાસ્ટફૂડ પાર્લર વિકસાવ્યું છે. આજે તેમણે એક સી.., બે એમ.બી.. સ્નાતકો તેમજ પાંચ ગ્રેજ્યુએટ્ ને નોકરી રાખ્યા છે.
તેવી રીતે દિપકે હોટલ મેનેજમેન્ટ માં પ્રવેશ મેળવ્યો અને આજે તે કેનેડા ના સફળ કેટરર્સ તરીકે કંપની સ્થાપી ચૂક્યો છે.
ટીવીમાં કે પોપ સંગીત માં કામ કરતાં કલાકારો પણ ઉદાહરણ છે.
કોમ્પ્યુટર : સોફ્ટવેર એન્જિનીયર ની અમેરિકામાં બહુ માંગ છે. ભારતમાં લાખ જેટલાં સોફ્ટવેર પ્રોફેશનલ્સ છે. જેમાં આવનારા બીજા દસ વર્ષમાં ૫૫ હજાર જેટલાં ની માંગ રહેવાની છે. તદ્ઉપરાંત સિસ્ટમ એન્જિનીર, ડેટાબેઝ મેનેજમેન્ટ માં એપ્લિકેશન ડેવલપર, એપ્લિકેશન પ્રોગ્રામર ને અવકાશ છે.
હાર્ડવેર સર્વીસીંગ માં પણ વિપુલ તકો રહેલી છે.
ઈન્ટરનેટ : જોબ પેજ, વેબસાઈટ તૈયાર કરવી, વેબ ડીઝાઈનીંગ, જર્નાલીસ્ટ, સેલ્સમેન જેવી તકો છે.
ટેલીકોમ : કોમ્યુનિકેશન ના જમાનામાં ૩૬૦૦૦ કરોડ રૂા. નું ક્ષેત્ર છે. મોબાઈલ, સોફ્ટર ફોન, અતી આધુનિક એક્સચેન્જ ચલાવવા - સંભાળવા નિષ્ણાંતો જોઈશે.
ફેશન ડીઝાઈનીંગ : ક્ષેત્ર માં રેડીમેડ કપડાં બનાવતી નેશનલ મલ્ટીનેશનલ કું., ટેક્ષટાઈલ કું. ને રાજા કે દેશ પ્રમાણે પેટર્ન / ડિઝાઈનર ની જરૂર પડશે.
જ્વેલરી ડીઝાઈનીંગ : ક્ષેત્રમાં જેમ્સ, સ્ટોન, ડાયમંડ, ગોલ્ડ, મેટલ ના પારખુઓની જરૂરત રહે છે.
ઈન્ટીરીઅર ડીઝાઈનીંગ : આર્કિટેક કન્સ્ટ્રક્શન કું., કોર્પોરેટ જગત, હોમ ડેકોર પ્રોડક્ટસ બનાવતી કંપનીમાં ઉચ્ચ પગારે નોકરી મળે છે.
ટી.વી. એડ્. વર્લ્ડ : પડદા પાછળ કે પડદા ઉપર કામમાં નિપુણતાની સાથે એનિમેશન, મલ્ટીમીડીયા, કાર્યક્રંમ સંચાલક, વિઝયુલાઈજર જેવી શાખા-પ્રશાખા છે.
જર્નાલીઝમ : પ્રિન્ટ, ટીવી, રેડિઓ વગેરે માધ્યમ ના જુદા જુદા વિભાગોમાં પત્રકાર, સંપાદક કે પ્રોડ્યુસર બની શકાય.
શ્રેષ્ઠ વેબસાઈટ પણ સારા પત્રકાર તૈયાર કરી શકે છે.
લો : કાયદા નું ભણીને માત્ર વકીલ નહી, સોલીસીટર ફાર્મ, કંપનીઓ મોટી સંસ્થાઓ નાણાંકીય સંસ્થામાં લીગલ મેનેજર, લીગલ ઓફીસર એસોસિએટ ઈન લો, લેબર, નોટરી જેવાં કાર્યો કરી શકાય છે.
ફૂડ પ્રોસેસિંગ : વેટલ, ડેરી પ્રોડક્ટ, વેજીટેબલ ફૂડ્સને પ્રોસેસ કરી વેચતી નેશનલ મલ્ટીનેશનલ કંપનીઓ માં ખૂબ માંગ છે.
કાઉન્સીલર : સેવાભાવી સંસ્થાઓ, વિકલાંગો, બાળમજૂરો, ગણિકાઓ પીડીત મહિલાઓ ના પુનઃ વસવાટ કેન્દ્રોને સલાર સૂચનો અપાય છે.માનસિક રોગીઓ, વ્યસનીઓ કે પછી કંપની ના જુદા જુદા વિભાગો ને આવા ફ્રેન્ડલી ફિલોસોફર જેવાં માર્ગદર્શકની જરૂરત રહેતી હોય છે.
તદ્ઉપરાંત, હોસ્પિટલ મેનેજમેન્ટ, કોસ્મેટિક, ડેન્ટીસ, બ્યુટીપાર્લર, ફિટનેસ સેન્ટર, કોસ્મેટિક નિષ્ણાંત જેવી અન્ય શાખાઓ માં પણ સર્જનાત્મકતા સાથે કમાણી થાય છે.
હવે તો ચિત્રકારો, પેઈન્ટર્સ, ગાયકો, સંગીતકારો, કવીઓ બધાં પોતાની આવડત અને કળા ના જોરે કમાય છે.
ઉપરોક્ત તમામ કોર્સ મોટાભાગના શહેરોમાં ખાનગી કે માન્ય સંસ્થાઓ દ્વારા ચાલી રહ્યા છે.

આવનારાં ૨૦ વર્ષ માં બીજી ૨૦૦ શાખાઓ ખુલશે, તેથી બાળકને અત્યારની ડોક્ટર બનવાનું ના કહેતા તેથી અભિરૂચી, શોખ ને જુઓ.