જો આપ કેન્સર જેવી ગંભીર બિમારી થી બચવા ઈચ્છતા હોય તો આપે કેટલીક વાતો હંમેશા ધ્યાનમાં રાખવી પડશે, જેથી આપનાં શરીરને કોઈપણ પ્રકારનનું નુકશાન ના થાય અને આપની જીંદગી તંદુરસ્ત રહે.
કેટલાંય લોકો ને કેન્સર, વારસાગત બિમારીના સ્વરૂપે થાય છે જેના માટે કંઈપણ કરવું મુશ્કેલ હોય છે. પરંતુ જો માણસ ધારે તો તંદુરસ્ત જીવન દ્વારા કેન્સર જેવી બીમારીને હરાવી શકે છે. આવો જોઈએ કે કેન્સર ના ખતરા થી બચવા આપે શું કામ કરવું જોઈએ અને શું નહીં...
ધુમ્રપાન કરવાવાળા લોકોના ફેફસાં, ગળું, શ્વાસનળી, અન્નનળી ના કેન્સર નો ખતરો ખૂબ જ વધારે હોય છે. એટલા માટે ધુમ્રપાન કરવાથી બચીએ અને સ્વસ્થ રહીએ.
હંમેશા પોતાનું વજન જોતાં રહેવું, અગર વજન અચાનક તી ખૂબ જ ઓછું થવાની શરૂઆત થઈ જાય તો એ શુભ સંકેત નથી, તુરંત જ ડોક્ટર ને બતાવવું જોઈએ. પેટ, છાતી અને આંતરડા માં કેન્સર થવાથી વજન ઘટવું એ શરૂઆતનાં લક્ષણો છે. આપનું બીએમઆઈ ઈન્ડેક્ષ ૨૫ હોવું જોઈએ. જો એટલું ના હોય તો આપના શરીરમાં ભયંકર ગરબડ છે. ડોક્ટર દ્વારા સૂચવેલ દરેક ટેસ્ટ કરાવી લો. કેટલીક વખત કોઈ બાહ્ય કો ને લીધે પણ કેન્સર થવાનો ખતરો વધી જાય છે.
કોલેન કેન્સર ને માંસ-મટન નહીં ખાઈને નિવારી શકાય છે. એટલા માટે આપે સ્વાદ નો ત્યાગ કરવો પડશે, અન એક વ્યવસ્થિત ફૂડચાર્ટ ને અનુસરવું પડશે. આપ કોશિશ કરશો કે વધુમાં વધુ ફળ અને શાકભાજી નો ઉપયોગ કરો અને એનર્જી વધારો. સુગર વાળું પીણું, કેંડી, ડેજર્ટસ, રિફાઈંડ બ્રેડ અને બેકરી ની આઈટમ ઓછામાં ઓછી લો.
મેનોપોઝ બાદ કેટલીય મહિલાઓ હોરમોન્સ ટ્રાન્સપ્લાંટ ઘરેથી કરાવે છે જે ઘાતક હોય છે. અગર વધારે જરૂર ના હોય તો ના કરાવે. કેટલીયે મહિલાઓ માં આ બાબતમાં જોવામાં આવ્યું છે કે આવું કરાવ્યા બાદ જ ગર્ભાશય અને બ્રેસ્ટ માં કેન્સરની સમસ્યા ઉદ્ભવે છે.
જો આપ કેન્સરથી બચવા માંગો તો દરરોજ વ્યવસ્થિત, સંતુલિત ખોરાક લો અને હંમેશા વ્યાયામ કરો. આનાથી આપ લાંબો સમય જીવશો.