આપણે બધાં વધારે સમજદાર, બુધ્ધિમાન, સ્માર્ટ, તીવ્રતા ન વિચારવા વાળા અને સારો નિર્ણય લેવા વાળા બનવા ઈચ્છીએ છીએ. પરંતુ આપણે બધાં એક વિશિષ્ટ આઈ ક્યુ સાથે પેદા થયા છીએ. આ કંઈક એવું છે કે જેના માટે આપ કંઈ જ નથી કરી શકતાં. જો કો, તમારા મગજ ની તાકાત ને વધારી શકો છો અને આપના દિમાગ ને તેજ બનાવી શકો છો.
ઈચ્છો તો આપ પોતાને કોઈ રમતમાં વ્યસ્ત કરી લો. કોઈ શોખમાં વ્યસ્ત કરી લો. અથવા કોઈ નવી ભાષા શીખી લો. આવું કરવાથી આપના મગજ ની કોશીકાઓ ઉત્તેજીત થાય છે તથા આપના દિમાગ ને તેજ બનાવે છે.એશોલિક કસરત થી પણ દિમાગ તંદુરસ્ત રહે છે. અન્ય કસરતો માં ચાલવાથી પણ શરીરમાં ઓક્સિજન નું પ્રમાણ વધી શકે છે.
મગજ ને જેટલી વધારે માત્રામાં ઓક્સિજન મળે એ એટલું જ ઉત્તમ છે. આપ પોતાને શક્તિ થી ભરેલાં અનુભવશો. ઘણાં બધાં કામ એકસાથે કરી લેશો અને થકાવટ પણ ઓછી અનુભવશો. વહેલી સવાર ના સમયમાં મગજ સહુથી વધારે તેજી થી કામ કરતું હોય છે.
પૂરા આઠ કલાક ઊંઘ લેવાથી મગજ ને આરામ મળે છે તથા દિમાગ એકદમ સાફ હોય છે, આવું દરરોજ કરવાથી મગજ શક્તિ વધે છે. કેમ કે આનાથી મગજ ની ખરાબ થયેલ મૃત કોશિકાઓ ને સુધરવાનો સમય મળે છે. જેનાથી આપના માનસિક પ્રદર્શન માં સુધારો આવે છે. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર અને ફેટ યુક્ત સંપૂર્ણ આહાર લો. વધુમાં જમવાનું ક્યારે પણ ના છોડવું, ખાસ કરીને નાશ્તો. મગજ ને યોગ્ય રીતે કામ કરતાં રહેવા સતત ઊર્જા પ્રવાહ ની જરૂરત રહે છે. એ લોકો કે જેઓ ડાયેટીંગ કરે છે અને જમવાનું સમય પર નથી લેતાં, તેઓને વ્યાકુળતા, યાદશક્તિ કમજોર થવી તથા ચિત્તભ્રમ ની સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. તેથી દિમાગ ને તેજ રાખવા માટે નિયમિત સમયે સારી રીતે જમવું જોઈએ. ખોરાકમાં મચ્છી નો જરૂર તી ઉપયોગ કરવો. મચ્છીમાં ઓમેગા ૩ ફેટીએસીડ હોય છે જે મગજ ને યોગ્ય રીતે કાર્યક્ષમ કરવામાં મદદરૂપ થાય છે. તનાવગ્રસ્ત વ્યક્તિને પણ આરામ આપે છે. પોતાનું દિમાગ તેજ બનાવવા માટે દિમાગની કસરત કરવી જોઈએ. અલગ અલગ પઝલ્સ, સુડા કુ અને બ્રેઈન ટીજર્સ ઉકેલવાનો પ્રયત્ન કરવો.
દરરોજ કંઈક નવું
શીખવાની કોશીરા કરવી, છેલ્લી પરંતુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે દિમાગને આરામ આપવો, ધ્યાન કરો અને હકારાત્મક વિચારવું.