(૧) તમારા ખાસ દિવસ પહેલાં ફિટ થઈ જાઓ
તમે
તમારા ખાસ દિવસ માટે ૬ મહિના પહેલાંથી તૈયાર થઈ જાઓ. આના માટે તમે સાઇક્લિંગ, સ્વીમિંગ, વૉકિંગ કરો જેથી તમે તમારા લગ્નના ફોટામાં સારા દેખાઓ. વર્ષો
પછી જ્યારે તમે તમારા ફોટા જુઓ તો તમને ખરાબ ફીલિંગ ન થવું જોઈએ.
(૨) ડૅન્ટિસ સાથે ઍપોઇન્ટમેન્ટ ફિક્સ કરો
લગ્ન
પહેલાં ડૅન્ટિસ્ટ સાથે ઍપોઇન્ટમેન્ટ લો. જો તમે સ્મોકર હોવ તો તમારા દાંત સાફ કરાવો અને થોડુંક વ્હાઇનિંગ કરાવો.
(૩) પ્રોફેશનલ હૅરકટ અને શૅવ કરાવો
જો
તમારા વાળ લાંબા અને ફેલાયેલા હોય તો લગ્ન પહેલાં સારા પ્રોફેશનલ હૅરસ્ટાઇલીશ પાસે જઈ સારું હૅરકટ એ શૅવ કરાવો. જેથી તમારા લગ્નમાં વ્યવસ્થિત લાગે.
(૪) ફેશિયલ કરાવવામાં શર્મ ન કરો
ફેશિયલ
ફક્ત સ્ત્રીઓ માટે જ નથી. પુરુષોને પણ બ્લેકહૈડસ, ડલ સ્કીન અને તૈલી ત્વચા જેવી સમસ્યાઓ થાય છે. જેથી
લગ્ન પહેલાં ફેશિયલ કરાવવામાં શરમાઓ નહીં.
(૫) મેની-પેડી કેર કરાવો
લગ્ન
પહેલાં તમારા હાથ અને પગને સાફ કરાવી સ્મૂથ બનાવો. જેથી તમે તમારા લગ્નમાં વ્યવસ્થિત લાગો.
(૬) તમારા કપડાં સમજદારીપૂર્વક પસંદ કરો
ઑફ
વ્હાઈટ શેરવાનીને પસંદ ના કરો. એના બદલે નવી ફૅશનેબલ ૩ પીસ સૂટ, અંગરખા
ધોતીી સાથે, લાંબા ઝભ્ભા, ચૂડીદાર
સાથે ટ્રાય કરો. જે તમને નવું ટ્રેન્ડી લુક આપશે.
(૭) થોડીક એસેસરીઝ પણ ખરીદો
એસેસરીઝ
મતલબ ફક્ત કાંડા ઘડિયાળ જ નહીં. જો તમે રોયલ ફીલ કરવા માગો છો તે નેકપીસ અથવા નેકલેસ પણ ટ્રાય કરી શકો છો.
(૮) બેચલર પાર્ટીમાં સમજદારીપૂર્વક વર્તો
તમારે
બેચલર પાર્ટી પછી નશામાં સવારે નથી ઊભા થવાનું. બેચલર પાર્ટી દરમ્યા રાત્રે એક વાર તમારી મંગેતરને મૅસેજ કરો.
(૯) સફેદ ઘોડા માટે ક્રેઝી ન થાવ
ઘોડી
પર જ જવું જોઈએ એવું નથી તમે બાઇક પણ ટ્રાય કરી શકો છો.
(૧૦) તમારી પ્રિયતમાને એક આશ્ચર્યચકિત કરો દો
તમારી
પ્રિયતમા માટે એક રોમાન્ટિક સોન્ગ અથવા ડાન્સનું આયોજન કરો. જો આવું શક્ય ન હોય તો એના માટે એક સ્પેશિયલ કવિતા લખો.