મુસ્લિમ સમાજને ડિઝીટલ ઇન્ડિયાની એક નવી ભેટ

મુસ્લિમ સમાજને ડિઝીટલ ઇન્ડિયાની એક નવી ભેટ

આજનું વિશ્વ જ્યારે પ્રગતિ અને વિકાસ તરફ દોડી રહ્યું હોય તો ભારતે પણ Make in India, Make in India તરફ પૂરતું ધ્યાન આપી વિશ્વ જગતમાં અવનવી સંશોધન કરી ભેટો આપી છે.
ઉપરાંત અનુસંધાનમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મજાદર ગામના વતની સુણસરા મુહંમદભાઈ ઈસ્હાકભાઈ (B.E. મુંબઈ) અને ભોરણિયા ઉમરભાઈ અબ્બાસભાઈ (A’alim + MA.B.Ed. ગુજરાત) આમ, બંનેએ મળી તદ્દન નાની ૧૦ x ૧૦ ઈંચની સાઈઝમાં અને સંપૂર્ણ ઑંટોમેટીક પાંચ નમાઝો સહિત ૧૪ પ્રકારના અવ્વલ અને આખીર સમય બતાવતી અને રીમોટ કંટ્રોલ દ્વારા ઑપરેટ થતી ડિઝીટલ ઘડિયાળ વીથ કેલેન્ડરની શોધ કરી વિશ્વના મુસ્લિમ સમુદાયને એક અનોખી ભેટ આપી છે.