નોટબંધી ટાણે લુટારૂઓનો ટાર્ગેટ બદલાયો !!
બે બુકાનીધારી લુટારૂઓ મોડીરાત્રે લૂંટ કરી ફરાર : પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
બે બુકાનીધારી લુટારૂઓ મોડીરાત્રે લૂંટ કરી ફરાર : પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
અમદાવાદ, તા.૨૬
અમદાવાદ શહેરના પોશ ગણાતા મીઠાખળી વિસ્તારમાં એસઆઈએસ સિક્યુરિટી કંપનીની ઓફિસમાંથી ૧૪ કિલોના સોનાની લૂંટની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. બે શખ્સો ઓફિસની બહાર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને માથાના ભાગે ઇજા પહોંચાડીને અંદર ઘુસી ગયા હતા અને ૧૪ કિલો સોનાની લૂંટ ચલાવી હતી. કંપનીની ઓફિસમાંથી ૧૪ કિલો સોનાની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. બે બુકાનીધારી શખ્સોએ આ લૂંટ કરી હોવાની ઘટનાની પોલીસને સવારે જાણ કરવામાં આવ્યા બાદ પોલીસે સીસીટીવી ફુટેજ મંગાવીને ઉંડી તપાસ હાથ ધરી હતી જેમાં લોકરને તોડીને બે શખ્સો લૂંટ કરતા સ્પષ્ટપણે નજરે પડે છે. આ સોનાની કિંમત ચાર કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. નવરંગપુરા પોલીસના અધિકારી આરવી દેસાઈએ માહિતી આપતા કહ્યું છે કે, કેસ લોજીસ્ટિક કંપનીમાં આ લૂંટ કરવામાં આવી હતી. ગાર્ડે અલાર્મ વગાડવા માટેના પ્રયાસ કર્યા હતા પરંતુ આમા સફળતા મળી ન હતી. અન્ય ગાર્ડ તે વખતે ઉંઘી ગયો હતો. ઉંડી તપાસ શરૂ થઇ ચુકી છે. હજુ સુધી કોઇની પણ ધરપકડ કરાઈ નથી. બીજી બાજુ ડોગ સ્કવોર્ડ અને ફોરેન્સિક સાયન્સ લેબ દ્વારા પણ તપાસ હાથ ધરાઈ છે. ગત મોડી રાત્રે શહેરના મીઠાખળી છ રસ્તા પાસે આવેલી એસઆઈએસ સિક્યોરિટી એન્ડ ઈન્ટેલિજન્સ સર્વિસ નામની કંપનીમાં લૂંટ થઈ હતી. બે બુકાનીધારી શખ્સો ઓફિસની બહાર હાજર સિક્યોરિટી ગાર્ડને માથામાં હથોડી મારી અંદર પ્રવેશ્યા હતા અને ૧૪ કિલો સોનાનું લૂંટ ફરાર થઈ ગયા હતા. આ ઘટના મોડી રાત્રે લગભગ ૩.૩૦ વાગ્યે ઘટી હતી, જ્યારે સવારે ૫ વાગ્યે પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ ઈજાગ્રસ્ત સિક્યોરિટી ગાર્ડને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફુટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે નવરંગપુરા વિસ્તારમાં આવેલા મીઠાખળી છ રસ્તા નજીક આઈએસઆઈ સિક્યોરીટી કંપની આવેલી છે. આ કંપની પૈસા અને સોના વગેરેની સિક્યોરિટીની સર્વિસ પુરી પાડે છે. ગત રાત્રે કંપનીની ઓફિસમાં બે સિક્યોરિટી ગાર્ડ હાજર હતા. ત્યારે લગભગ ૩.૩૦ કલાકની આસપાસ બાઈક પર બે બુકાનીધારી શખ્સો આવ્યા હતા અને સતિષપાલ ચૌહાણને માથામાં હથોડીથી ફટકા મારી બેભાન કરી દીધા હતા. જે બાદ તેઓ ઓફિસમાં ઘૂસ્યા હતા અને અંદાજે ૧૪ કિલો સોનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. સવારે પાંચ વાગ્ય અન્ય ગાર્ડ ડ્યુટી પર આવતાં તેણે પોલીસને લૂંટ અંગે જાણ કરી હતી. સીસીટીવી ફુટેજના આધારે અલગ અલગ ટીમો બનાવી પોલીસે લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે. (Source: GUJARAT TODAY)